Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ચેકપોસ્ટ નાબૂદીના મહત્ત્વના મુદ્દા

     વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ચૂકવણું parivahan.gov.in ઓનલાઈન કરી શકશે. ચેકપોસ્ટ પર આ કામગીરી હવે બંધ થશે.

     ઓવરડાયમેન્શન કાર્ગો; માટે વાહન અને માલની Exemption ની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ વાહન માલિક, વાહન અને માલની                  ફી ચૂકવીને ઓનલાઈન Exemption મેળવી શકશે.

     પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ           માલનું પરિવહન પ્રતિબંધિત છે છે.

     ઓડીસી મોડયુલ પર કોઇપણ વાહન માલિક, વાહન અને માલ સંબંધિત ફી અને કર ભરીને મુકિત મેળવેલ ન હોય તેમજ માલ અને વાહન સંબંધિત                  ખોટી માહિતી આપશે તો બમણો દંડ ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા વસૂલ કરવામાં              આવશે.

     વાહન માલિકો માર્ગદર્શન અને ફરીયાદ માટે નીચેના ફોન નંબર, ઇ-મેઇલ, વેબસાઇટ ઉપર રજૂઆત કરી શકશે.

     બે હેલ્પલાઇન નં.(૦૭૯) ૨૩૨૫૭૮૦૮ તથા ૨૩૨૫૧૩૬૯.

     ઈમેઈલ- cot-trans- -complain @gujarat. gov.in

     વધારાની વિગતો માટે વેબસાઈટ cot. gujarat.gov.in પર મેળવી    શકાશે.

આરટીઓની સાત સેવાનો લાભ હવે ઓનલાઈન મળશે

હાલમાં વાહનની નોંધણી, ફેન્સી નંબરો, સ્પેશિયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, વાહનનું એન.ઓ.સી., ટેક્ષ અને ફીની ચૂકવણી સહિત કુલ ૨૫ લાખ લોકો આર.ટી.ઓ. કચેરી રૂબરૂ આવ્યા સિવાય ઘેરબેઠાં આ સેવાનો લાભ મેળવી રહ્યા છે.

      ડ્રાઇવીંગ લાયસન્સનું રીન્યુઅલ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સની માહિતી, ડ્રાઈવીંગ લાયસન્સનું રીપ્લેશમેન્ટ.

      વાહન માટે ડુપ્લીકેટ આર.સી., વાહન સંબંધિત માહિતી અને હાઇપોથીકેશનરીમુવલની કામગીરી, આમ કુલ ૭ સેવાઓનો લાભ દર વર્ષે ૧૭ લાખ            લોકોને મળશે.

      અરજદારનો વાહન અતે લાયસન્સ સંબંધિત સેવાઓ માટે પોતાના મોબાઈલથી One Time Password મેળવવાનો રહેશે.

      વધારાની વેગતો માટે વેબસાઈટ cot.guj arat.gov.in AA rtogujarat.gov.in પર મેળવી શકાશે.

હવે તાલુકા મથકેથી શિખાઉ લાયસન્સ મળી શકશે

     શિખાઉ લાયસન્સની કામગીરી તા. ૧૫/૧૧/૧૯થી ૨૨૧ આઈ.ટી.આઈ. ખાતેથી શરૂ કરવામાં આવશે.

     તા.૨૫/૧૧/૧૯થી શિખાઉ લાયસન્સની કામગીરી ગુજરાત સરકાર ૨૯ પોલીટેકનીક ખાતેથી કરવામાં આવશે.

     અરજદારે parivahan.gov.in પર જઈ અરજી અને ચૂકવણુ ઓનલાઈન કરવાનું રહેશે.

     શિખાઉ લાયસન્સ માટે આઈ.ટી.આઇ.ના સ્થળ અને સમયની વિગત cot. gujarat.gov.in પર મળી શકશે.

     આ નવી વ્યવસ્થામાં અરજદારે કોઈ વધારાનું પેમેન્ટ કરવાનું રહેશે નહીં.

     વધારાની વિગતો માટે વેબસાઈટ cot. gujarat.gov.in અને rtogujarat.gov.in  પર મેળવી શકાશે.

કઇ-કઈ આરટીઓ ચેકપોસ્ટ બંધ થશે?

રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ,સામખિયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ,છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે. જે  ર૦  નવેમ્બરથી બંધ કરવામાં આવશે. પરિણામે મોટા વાહનચાલકોને કલાકો સુધી લાઈનમાંઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

(3:38 pm IST)