Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

કેન્‍દ્રના વિદેશમંત્રી ડો. એસ.જયશંકર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાતથી પ્રભાવિગત થયા : છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા સાથે રહ્યા

નર્મદા: નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસે વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર આવેલા છે. ત્યારે આજે તેઓએ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ અભિભૂત થયા હતા. તેમની સાથે છોટાઉદેપુર સાંસદ ગીતા બેન રાઠવા હાજર રહ્યા હતા. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટના વિવ્યુઇગ ગેલેરી પર પહોંચી નર્મદાનો અદભુત નજારો માણ્યો અને સ્ટેચ્યુની અંદર બનાવેલા થેયટરમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવની ઝાંખી ચિત્ર જોયું હતું. સરદારની પ્રતિમાને ફૂલ અર્પણ કરીને તેમનો અભિપ્રાય રિવ્યુ બુકમાં લખ્યો હતો. જેમાં સરદારની પ્રતિમાને નવા ભારતનું સિમ્બોલ બતાવ્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરનારાઓને અભિનદ પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લામાં પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રિય વિદેશ મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી ડૉ. એસ. જયશંકરે રાજપીપળા મુખ્ય ડાક ઘર ખાતે નર્મદા જિલ્લાના નાગરિકો માટે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને પોસ્ટ ઓફિસ વિભાગના અન્ય અધિકારઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

(3:22 pm IST)