Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સમી અને શંખેશ્વર તાલુકાને કુપોષણમુક્ત બનાવવા અભિયાન

 

ગુજરાત રાજ્યનો પાટણ જિલ્લો હાલમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે  પાટણ જિલ્લાની  વધુ એક સમસ્યાના નિરાકરણ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કુપોષણમુક્તિ અભિયાનની  શરૂઆત કરેલ છે

ભારતની વિવિધ રાષ્ટ્રીય સમસ્યાઓમાંથી એક કુપોષણ ની સમસ્યા પણ આજે આખા ભારતની સાથે ગુજરાત રાજ્યના પણ ઘણા જિલ્લાઓને અસર કરી રહી છે જેમાં અમુક અંશે પાટણ જિલ્લલા નો પણ સમાવેશ થાય છે

   સમસ્યાના સંદર્ભમાં પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકામાં તાલુકા વહીવટી તંત્ર આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગ તેમજ ભનશાળી ટ્રસ્ટ જેવી સંસ્થાઓ કુપોષણ મુક્તિ માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે ત્યારે પાટણ જિલ્લાના વિકાસ માટે સક્રિય અને પ્રયત્નશીલ એવી રિલાયન્સ ફાઉન્ડેશન આવા કાર્યમાં જોડાઈ સમી અને શંખેશ્વર જેવા ઓછા વિકસિત તાલુકાઓમાં પોતાની જવાબદારી નિભાવવા તેમજ તાલુકાઓને કુપોષણમુક્ત બનાવવા માટે જરૂરી એવા અમુક કાર્યો  હાથ ધરેલ છે

   રિલાયન્સ ફાઉન્ડેશન છેલ્લા એક વર્ષથી પાટણ જિલ્લાના સમી અને શંખેશ્વર તાલુકામાં કુપોષણ બાબતે વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો માં પોતાનું યોગદાન આપી રહ્યું હતું જેમા પોતાના જાગૃતિ લક્ષી કાર્યોને ચાલુ રાખતા સપ્ટેમ્બર મહિનાથી સમી અને શંખેશ્વર તાલુકા ને કુપોષણ મુક્ત બનાવવા માટે ઓર્ગેનિક શાકભાજી ના વાડા આંગણવાડી કેન્દ્ર પ્રાથમિક શાળા અને આશ્રમશાળાઓમાં બનાવી સમી શંખેશ્વર તાલુકા ને કુપોષણમુક્ત બનાવવા માટે ઉપયોગી કામગીરી શરૂ કરેલ છે

   કિચન ગાર્ડન ના નામથી પ્રચલિત શાકભાજીના વાડા નો તો  આપને બધાને ખ્યાલ હશે પરંતુ રિલાયન્સ ન્યૂટ્રિશન ગાર્ડન  (RNG) ના નામથી પ્રચલિત રિલાયન્સ ફાઉન્ડેશન નો શાકભાજીનો વાડો જે એક પદ્ધતિસર માપ સાઈઝ અને ડિઝાઇનમાં બનાવવામાં આવે છે જે વાડામાં બારેમાસ થતા શાકભાજી ઋતુ પ્રમાણે વાવવામાં આવે છે વાળા ની અંદર અલગ અલગ પ્રકારના  21 વિભાગો બનાવેલા હોય છે જેમાં દરરોજ ના ત્રણ પ્રકારના શાકભાજી ખાવા થી  એક સપ્તાહમાં જે તે વ્યક્તિને કે બાળકો ને અલગ અલગ પ્રકારના વિટામીન પ્રોટીન અને કેલેરી જરૂરિયાત મુજબ મળી રહે છે શાકભાજીના વાડા ની અંદર કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અથવા કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવતો નથી પરંતુ દેશી જૈવિક અને બાયોફર્ટીલાઇઝર નો ઉપયોગ કરી બનાવેલા ખાતરનો વપરાશ થાય છે તેમજ ગૌમૂત્ર અને ઔષધિઓ માંથી બનાવેલી દવાનો છટકાવ કરવામાં આવે છે શાકભાજીના વાડા માં વાવેલ વેલા વાળી શાકભાજી ને ઉપર માંડવો બનાવી પદ્ધતિસર ઓછી જમીનમાં ત્રિસ્તરીય ઉત્પાદન મેળવવામાં આવે છે જેના કારણે લાંબા સમયે પોષણની સમસ્યાઓમાં ખૂબ ફાયદાકારક એવા શાકભાજી ના વાડામાંથી ઉત્પાદન કરેલ શાક ખાવા વાળા પરિવારોને બીમારીઓથી બચાવવા માં પણ ખૂબ કારગર છે જેના થકી દવાખાના મા થતા ખર્ચમાં પણ ખૂબ ઘટાડો આવે છે જો કોઈ પરિવાર વ્યક્તિગત રીતે પણ  આવો વાડો  પોતાના  ફળિયામાં કે ખેતરમાં બનાવે તો સામાન્ય રીતે પ્રતિદિન પરિવારની રોજની 50 રૂપિયા ની શાકભાજી ના ખર્ચની ગણતરી કરે તો પણ વાર્ષિક ૧૮ હજાર જેટલી માતબર રકમની બચત કરી શકે છે તેમજ દવાખાનામાં થતા બીમારી અને દવાઓના ૧૦ હજાર જેટલા ખર્ચ ની ઘટાડો થઈ શકે છે

   કાર્યક્રમ ને યોગ્ય રીતે અમલીકરણ કરી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી સમી અને શંખેશ્વર જેવા તાલુકાઓમાં કુપોષણની સમસ્યા ને દૂર કરવા માટે ભગીરથ કાર્ય હાથ ધરાઇ રહ્યું છેરિલા યન્સ ફાઉન્ડેશનના ટીમ લીડર નિરપતસીહ કિરાર ના જણાવ્યા મુજબ આંગણવાડીના નાના બાળકોને શરૂઆતથી આવા શાકભાજીની સાથે પોષણયુક્ત આહાર આપવામાં આવે તો ટૂંકા ગાળામાં પણ કુપોષણની સમસ્યા થી છુટકારો મેળવવા મા ખુબજ કારગર સાબીત થઈ શકાય એમ છે

   કાર્યક્રમના ઇન્ચાર્જ અને સમી શંખેશ્વર માં કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલભાઈ રાજગોર ના જણાવ્યા મુજબ હાલમાં અમે સમી અને શંખેશ્વર તાલુકા મા પ્રકારના ૫૦ જેટલા મોડેલો ઉભા કરવા જઈ રહ્યા છીએ પરંતુ જો અમોને કાર્યમાં લોકોનો સાથ અને સહકાર મળી રહેશે તો ભવિષ્યમાં બાબતે અમો આઈ સી ડી એસ વિભાગ ના સંકલન મા વધુ અસરકારક રીતે પરિણામો મળે તેવુ આયોજન કરવા માટે પણ તૈયાર છીએ

   સમી અને શંખેશ્વર તાલુકાના ICDD વિભાગ ના જણાવ્યા મુજબ સરકારશ્રીના વિભાગો દ્વારા  અલગ અલગ યોજના ના માધ્યમથી તેમજ  ભનસાળી ટ્રસ્ટ  જેવી  સેવાભાવી સંસ્થાઓ બાબતે ખૂબ કાર્ય કરી રહી છે  પરંતુ તેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સાથ સહકાર સાથે જો ગામ લોકો પણ થોડો વધુ સહકાર આપે અને દરેક ગામ મા એક આરોગ્ય સમિતિ બનેલી હોય છે જો સમિતિ દ્વારા અથવા તો પંચાયત દ્વારા કે પછી ગામના વિકાસ માટે કાર્યરત કોઇપણ સંગઠન કે વ્યક્તિ નીચે દર્શાવ્યા મુજબના કામો હાથ ઘરે તો આપણા ગામ ને કુપોષણમુક્ત બનતા કોઇ ના રોકી શકે

કુપોષણમુક્ત ગામ માટે કરવાલાયક કામો ની યાદી નીચે મુજબ છે

ગુજરાત કુપોષણ મુક્ત અભિયાન:કોઇ પણ ગામ ને કુપોષણમુક્ત બનાવવા સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો સાથે સાથે ગ્રામ પંચાયત અને ગામલોકો દ્વારા એક અભિયાન હાથ ધરવામા આવે તો આગામી બે વર્ષમાં ગુજરાત ના ગામો ને કુપોષણ મુક્ત બનાવી શકાય અથવા તો કુપોષણની માત્રાને ઓછી કરી શકાય,

  કુપોષણમુક્ત ગામ બનાવવા માટે કરવાલાયક કાર્યો જે એક વીચાર તરીકે અહીં દર્શાવેલ છે પરંતુ બાબતો ને જો કોઈ ગામ અમલમાં મુકાવી અને વિચારો મુજબ કાર્ય થાય તો કુપોષણની સમસ્યા ઘણા અંશે હળવી બની શકે એવી અમારી ધારણા છે

દરેક ગામમાં પંચાયત અને ગ્રામ આગેવાનો દ્વારા આરોગ્ય સમિતિની સ્થાપના અને સચોટ મોનિટરી આંગણવાડીમાં 0 થી 5 વર્ષના તમામ બાળકો નું જોડાણ અને નિયમિત હાજરી, ગ્રામ્ય દાયણ આશાવકૅર અને આંગણવાડી મા કાર્યરત બહેનો ને પ્રોત્સાહન અને તાલીમ,

 સગર્ભા અને ધાત્રી બહેનો માટે જાગૃતિલક્ષી કાર્યક્રમો: રસી અને ટીપા કરણ બાબતે જાગૃતિ કાર્યક્રમો, દરેક આંગણવાડીમાં કુપોષણ બાબતે જાગૃતિ કાર્યક્રમો

વાલી મીટીંગ અને કાઉન્સિલિંગ: પરંપરાગત રસોય ને વાનગી હરીફાઈઓ સાથે રોજિંદા ખોરાક પરિવર્તન બાબતે જાગૃતિ: PHC અને CHC દ્વારા આંગણવાડીના બાળકો અને સગર્ભા ધાત્રી મહિલાઓનું રૂટિન ચેક અપ,દરેક આંગણવાડીમાં બાળકો અને સગર્ભા ધાત્રી બહેનોનોના ચેકઅપનું રજીસ્ટર મેનેજ કરવુ

કુપોષિત બાળકો નું ઉંચાઇ વજન અને સારવાર ની વિગત દર્શાવતું રોજિંદા કાર્યો નું રજીસ્ટર મેનેજ કરવુ

જરૂરિયાતમંદ સગર્ભા ધાત્રી બહેનોને પોષણયુક્ત આહારની કીટ વિતરણ

કુપોષિત બાળકોને પૌષ્ટીક આહાર ની કીટ વિતરણ

તાલુકા કક્ષાએ કુપોષણ નિવારણ કેન્દ્ર સાથે સંકલન અને સારવાર માટે કાઉંસલિંગ

આંગણવાડીમાં જંતુનાશક દવાઓ અને ખાતર વગરના ઓર્ગેનિક શાકભાજીના વાળા RNG નું વાવેતર

ગાયનેક ડોક્ટરો દ્વારા સગર્ભા ધાત્રી બહેનો અને  માટે મેડિકલ કેમ્પ: પીડ્યાટ્રીક ડોક્ટરો દ્વારા કુપોષિત બાળકો માટે મેડિકલ કેમ્પ

કુમારિકાઓ (યુવતી) માટે શારીરીક બદલાવ અને સમસ્યાઓના કેમ્પ

ગામના સાથસહકાર અને લોકભાગીદારી દ્વારા કુપોષિત બાળકોને તિથીભોજન સાપ્તાહિક ભોજન અને માસિક ભોજન નું આયોજન

ગામના સાથસહકાર અને લોકભાગીદારી દ્વારા ફણગાવેલા ચણા અને કઠોળ નું વિતરણ

ગામમાં ચાલતી દૂધ મંડળીઓ ના સાથસહકાર અને ગ્રામ્ય ડેરી દ્વારા જરૂરિયાતવાળા કુપોષિત બાળકોને દૂધ વિતરણ

આંગણવાડી કાર્યકરો અને આશાવર્કર બહેનો ને ગ્રામીણ વિકાસમાં આરોગ્યનુ મહત્વ સંદર્ભ પર તાલીમ કાર્યક્રમો

પંચાયત અને ગામલોકો સાથે કુપોષણ મુક્તિ અભિયાન ની  જાગૃતિ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવા નું આયોજન કરવામાં આવે તો ઉપર દર્શાવ્યા મુજબ ના કામો દ્વારા દરેક ગામ ને કુપોષણમુક્ત ગામ બનાવી શકાય

(10:48 pm IST)