Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

નર્મદા ડેમની જલસપરી 138,19 મીટરની ઐતિહાસિક સ્તરે પહોંચી :23 દરવાજા 4,16 મીટર ખોલાયા : એલર્ટ

ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડેમમાં 8 લાખ પચાસ હજાર ક્યુસેક પાણીની આવક

 

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની  જળસપાટી 138.19 મીટરની ઐતિહાસિક સ્તરે પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરથી માત્ર 49 સેન્ટીમીટર દૂર છે

  . ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડેમમાં 8 લાખ પચાસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ડેમના 23 દરવાજા 4.16 મીટર ખોલીને 6 લાખ 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ ડેમમાં 5,350 એમસીએમ વધારે સ્ટોકનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે

  . નર્મદા ડેમ હાલ 92.90 ટકા ભરાયો છે નર્મદા કાંઠા વિસ્તારના 144 ગામોને સાવચેતીના ભાગ રૂપે એલર્ટ પણ કરાયા છે.કેવડિયાનો ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ કરાયો છે. ત્યારે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે.અને રાજ્ય સરકાર કેવડિયા કોલોની સહિત સમગ્ર રાજ્યમા ઉજવણી કરવાની છે.

(11:35 pm IST)