Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

બાલુન્દ્રા નજીક કેદારનાથ ડેમના નહેરમાં ગાબડું : પાક પાણીથી વંચિત થવાની ભીતિ :ડેમનું પાણી ખાલી થઇ જવાની સંભાવના

સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં ગાબડાને રીપેરીંગ કરવામાં આવેલ નથી

ઈકબાલગઢ : ઈકબાલગઢ થી ૫કિલોમીટર દૂર બાલુન્દ્રા ગામ આવેલું છે ત્યાંથી ત્રણ-ચાર કિલોમીટર દૂર કેદારનાથ ડેમ આવેલો છે. જેમાં અત્યારે ચોમાસુ સારું થતાં આ ડેમ સારોએવો ભરાઈ જવા પામેલ છે તેમજ હવે પાંચ ફૂટ જેટલું પાણી ખૂટે છે. આ ડેમ બાલુન્દ્રા તેમજ વેરા ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણવામાં આવે છે. જેમાંથી શિયાળો તેમજ ઉનાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને નહેર દ્વાર આ આ ડેમનું પાણી તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવે છે.

બાલુન્દ્રા તેમજ વેરા ગામના ગામલોકોના જણાવ્યા અનુસાર ગત વર્ષે આ ડેમની નહેરમાં એક ગામડું પડેલું છે.જેના કારણે ડેમ ખાલી થઈ જવા પામેલ હતો. જેથી કરીને દુષ્કાળ જેવી પરિસ્થિતિ થવા પામી હતી.જેના કારણે ગામલોકોએ સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધીમાં આ ગાબડાને રીપેરીંગ કરવામાં આવેલ નથી. જેથી ગામલોકોને ચિંતા છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ ડેમનું પાણી આ ગાબડામાંથી થોડું થોડું કરી વહી જશે અને શિયાળો તેમજ ઉનાળુ પાકને ખૂબ જ નુકસાન થશેને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉદભવશે. આ ઉપરાંત ડેમ ખાલી થઈ જશે

(6:45 pm IST)