Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઉમરેઠના બેચરી નજીક મોટી નહેરમાં રાત્રીના સુમારે બાઈક સ્લીપ થતા બેનો પાણીમાં ગરકાવ

ઉમરેઠ:તાલુકાના બેચરી પાસેથી પસાર થતી મોટી નહેરમાં આજે રાત્રીના સુમારે બાઈક સ્લીપ ખાઈ જતાં બે પાણીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ જવા પામ્યા છે જેમને શોધી કાઢવા માટે કવાયત હાથ ઘરાઈ છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ તાલુકાના ખાંખણપુરા ગામે રહેતા અને વ્યવસાયે શિક્ષક ભલાભાઈ પુંજાભાઈ ચૌહાણ આજે કામ અર્થે ઉમરેઠ ગયા હતા અને ત્યાંથી રાત્રીના આઠેક વાગ્યા બાદ પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે ગામના જીઆરડીમાં ફરજ બજાવતા ગલાભાઈ લલ્લુભાઈ ચૌહાણને પોતાના બાઈક પર બેસાડીને પરત ગામમાં આવવા નીકળ્યા હતા. બેચરી નહેર પરથી જઈ રહ્યા હતા ત્યારે એકાએક બાઈક સ્લીપ ખાઈ જતાં બન્ને જણાં ઉછળીને નહેરના પાણીમાં પડ્યા હતા જ્યારે બાઈક નહેરની બહાર પડ્યું હતુ. 
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોનો ટોળેટોળા નહેર પર એકત્ર થઈ જવા પામ્યા હતા. તરવૈયાઓ દ્વારા નહેરમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ પાણીનો પ્રવાહ જ એટલો બધો તેજ છે કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ભાળ મળી નથી. ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસ પણ સ્થળ પર પહોંચી જવા પામી છે અને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:14 pm IST)