Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ખેડા તાલુકાના કાજીપુરા હાઇવે પર ગોડાઉનમાંથી મોબાઈલની ચોરી થતા શંકા વ્યક્ત કરવામાં આવી

ખેડા:તાલુકાના કાજીપુરા હાઈવે ઉપર આવેલ ગોડાઉનમાં મોબાઈલ ચોરી થયાના બનાવ અંગે શ્રમજીવી સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ અમદાવાદના વેજલપુરમાં રહેતા રાજેન્દ્રભાઈ જનાર્દન ગોવિંદન કાજીપુરા હાઈવે ઉપર આવેલ કંપનીમાં નોકરી કરે છે. ગત તા. ૧૨-૮-૧૮ની રાત્રે રાજેન્દ્રભાઈ કંપનીના ગોડાઉનમાં ફરજ બજાવતા હતા ત્યારે કોઈ શખ્સ તેમનો મોબાઈલ ફોન રૂા. ૩૫૦૦૦નો ચોરી ગયો હતો. આ મોબાઈલ ગોડાઉનમાં કામ કરતો રીતેષ ઉર્ફે ચીન્ટુ મહેશભાઈ ચાવડા (રે. સમાદરા) ચોરી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 

(4:13 pm IST)