Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ડાકોર નજીક એસ.ટી.બસને અટકાવી વિદ્યાર્થીઓએ તોડફોડ કરતા અરેરાટી

ડાકોર:ડાકોર-રાણીયા એસ.ટી. બસને રોકી વિદ્યાર્થીઓએ તોડફોડ કરી નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે ડાકોર પોલીસ મથકમાં વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
ઠાસરા તાલુકાના કંથરાઈના વિદ્યાર્થીઓની પડતી હાલાકી દૂર ન થતા સ્થાનિક રહીશોએ એસ.ટી.તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં કંથરાઈના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. જેમાં ગઈકાલે એસ.ટી. બસના ડ્રાઈવર જી.બી.પરમાર ડાકોરથી રાણીયા બસ હંકારી જઈ રહ્યાં હતા ત્યારે કંથરાઈ પાટીયા નજીક વિદ્યાર્થીઓએ એસ.ટી.બસને ઉભી રખાવી બારીઓના તેમજ સાઈડ ગ્લાસની તોડફોડ કરી આ બનાવની જાણ થતા ડાકોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 
આ પ્રકરણમાં એસ.ટી. બસના ડ્રાઈવરે બસની તોડફોડ કરી નુકસાન કરનાર વિદ્યાર્થીઓ સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ડાકોર પોલીસ બસ ડ્રાઈવરની ફરિયાદ આધારે વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:13 pm IST)