Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ખેડા પોલીસે આંતરોલી-રતનપુર પરથી વિદેશી દારૂની હેરાફેરી કરી બોલેરો માંથી 1.89 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

ખેડા:પોલીસે આંતરોલી રતનપુર રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી બોલેરો ગાડી ઝડપી પાડી હતી જ્યારે કારચાલક સહિત બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે ૧.૮૯ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તથા કાર મળીને કુલ ૪.૮૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ એસઓજી ખેડા પોલીસ માતર પોલીસની હદમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન અલીન્દ્રા-મલીયાતજ ચોકડી ઉપર વસો તરફથી એક નંબર પ્લેટ વગરની બોલેરો પીકઅપ ડાલુ આવતા તેને ઉભી રાખવા ઈશારો કરતા ઉભી રાખેલ નહી અને ગાડીને અલીન્દ્રા ગામમાં થઈ રધવાણજ તરફના રોડ હંકારી મૂકી હતી. 
જેથી એસઓજી પોલીસે પીકઅપ ડાલુનો પીછો કરતા ગાડીનો ચાલક તેમજ બીજો એક શખ્સ આંતરોલીથી રતનપુરના રોડ ઉપર ગાડી મૂકી નાસી ગયો હતો. આ ગાડીની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં.૩૪૩ રૂપિયા ૧,૮૯,૩૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશીદારૂ તથા પીકઅપ ડાલુ ગાડી રૂપિયા ૩ લાખની મળી કુલ રૂપિયા ૪,૮૯,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે માતર પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા બન્ને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:13 pm IST)