Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વડગામના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા

બાલકૃષ્ણ જીરાલા ,પ્રવીણભાઈ પટેલ,હરેશ વ્યાસ અને બે વખત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહેલ નારાયણસિંહ ડાભી અને વિહાજી ઠાકોરે કેસરિયો ધારણ કર્યો

વડગામ :એક તરફ સૌરાષ્ટ્રના ભાજપના બે નેતા કોંગ્રેસમાં જોડાયા છે. બીજીતરફ ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના વડગામને નેતા ભાજપમા જોડાયા છે

  વડગામના કૉંગ્રેસ આગેવાન બાલકૃષ્ણ જીરાલા અને પ્રવીણ ભાઈ પટેલ,હરેશ ભાઇ વ્યાસે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સિવાય બે વખત બનાસકાંઠા જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ રહેલા નારાયણ સિંહ ડાભી, બે વખત પૂર્વ તાલુકા પચાયત ના સભ્ય રહેલા વિહાજી ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે.

(2:32 pm IST)