Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

યાત્રાધામ માં અંબાજીના ધામ સુવર્ણશીખરથી દૈદિપ્યમાન :138 કિલો સોનાનો ઉપયોગ :41 કરોડનો થયો ખર્ચ

યાત્રાધામ અને જગતજનની મા અંબાનું ધામ હવે સુવર્ણ શિખરથી સજ્જ થવાનાં અંતિમ તબક્કામાં છે. સંપૂર્ણ કામ થવામાં માત્ર દોઢ ફૂટ જેટલું બાકી રહ્યું છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે મંગળવારે વધુ બે કિલો સોનાની ખરીદી કરી હતી. હવે માં અંબાનું ધામ સુવર્ણ શિખરથી દૈદિપ્યમાન બની ઝળહળી રહ્યું છે.

  આ શિખરને સુવર્ણથી મઢવા માટે 41 કરોડ 70 લાખની કિંમતનું 138 કિલો અને 741 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

  મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળવારે વધુ બે કિલો સોનું ખરીદવામાં આવ્યું હતું જેની અંદાજિત કિંમત 61.45 લાખ થાય છે. સુવર્ણ શિખરની બનાવટમાં અત્યાર સુધી 138 કિલો 741 ગ્રામ સોનું વપરાયું છે. જેમાંથી 60.5 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂરી થઈ છે. શ્રીઆરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા શિખરને સુવર્ણમય બનાવવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અંબાજી શાખામાં બે ખાતા ખોલાવવામાં આવ્યા હતા. જેમાં દાતાઓ દ્વારા ઓનલાઇન રોકડ, ચેક તેમજ ડ્રાફ્ટ સ્વરૂપે સુવર્ણમય શિખર માટે દાન આપવામાં આવ્યું હતું.

 

(1:56 pm IST)