Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સુરતમાં 1100 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢી કરી સ્વાતંત્ર પર્વની ઉજવણી

રેલીમાં 125 કરતાં વધુ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા

આજે સુરત શહેર અને જિલ્લામાં 72માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવમી કરવામાં આવી હતી. આખું સુરત જાણ આઝાદીનાં પર્વનાં રંગે રંગાયું હતું. તો સુરતીઓ આજે 1100 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા. સુરતનાં માર્ગો ઉપર યોજાયેલી આ ફ્લેગ રેલીમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા.

અખંડ ભારતનો સંદેશ આપવાના હેતુથી આ ફ્લેગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજનાં લોકો જોડાયા હતા. આ રેલીમાં 125 કરતાં વધુ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુજરાતમાં સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ સુરત ખાતે જોવા મળ્યો હતો. જે રેલી સ્વરૂપે સુરતના સિટી લાઈટ થઈને વાય જંકશન સુધી પહોંચ્યો હતો. શહેરીજનો ઉત્સાહભેર આ રેલીમાં જોડાયા હતા.

 

(7:43 pm IST)