Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ડ્રાઈવીંગ લાયસન્સના ઈ-પેમેન્ટની પ્રક્રિયા મફતમાં

નાગરિકોને ઝડપી સુવિધા મળશે

અમદાવાદ,તા.૧૫: રાજ્યમાં વાહન વ્યવહારની પ્રક્રિયા સરળ અને નાગરિકોને ઝડપથી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે વાહન વ્યવહાર વિભાગે અનેક નવતર અભિગમો દાખવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ડ્રાઈવીંગ લાયસન્સના ઈ-પેમેન્ટની પ્રક્રિયા વિનામુલ્યે પુરી પાડવામાં આવશે, એમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે. ડ્રાઈવીંગ લાયસન્સના ઈ-પેમેન્ટની પ્રક્રિયાની શરૂઆત પાટણ આરટીઓથી કરાઈ હતી. જેની વ્યાપક સફળતાનો પરિણામે આ સુવિધા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ૩૨ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે. સાથે સાથે લાયસન્સ સંબંધી તમામ કામગીરી ડોક્યુમેન્ટ અપલોડીંગ, એપોઈન્ટમેન્ટ પરીક્ષા, ટેસ્ટ સ્ટ્રેક, સ્માર્ટકાર્ડ સહિતની કામગીરી સો ટકા ઓન લાઈન થઈ ગઈ છે, એમ વધુમાં જણાવાયું છે.

(9:45 pm IST)