Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સોનગઢ તાલુકાના ઘાસીયામેંઢા ગામમાં ત્રણ જિલ્લાની એસીબીની ટિમ પર ખનીજચોરોનાં ટોળાનો હુમલો

સોનગઢ: તાલુકાના ઘાસીયામેઢા ગામે ગેરકાયદે ચાલતા રેતીખનનના સ્થળે ગતરોજ ત્રણ જિલ્લાની એસીબીની ટીમ કાર્યવાહી માટે પહોંચી વિડીયો શુટીંગ વગેરે શરૃ કરતા સ્થાનિકોનું ટોળું તેમને ફરી વળ્યું હતું અને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ  ભુસ્તર વિભાગની ટીમે આવી રેતીખનન માટે વપરાતા સાધનો, વાહનો કબજે કરવાની કાર્યવાહી શરૃ કરતા આજ સાંજ સુધી અંદાજીત ૫ કરોડના સાધનો  કબજે કર્યા હતા. સોનગઢ તાલુકાના ઘાસીયામેઢા ગામે છેલ્લા છ માસતી ગેરકાયદેસર રીતે રેતીખનન ચાલતું હતું. મોટાપાયે જેસીબી, હિટાચી મશીનોનો પણ કામમાં ઉપયોગ થતો હતો. થોડા દિવસ પૂર્વે ભૂસ્તર વિભાગે ૧૫થી ૨૦ જેટલી ટ્રક પણ કબજે લીધી હતી. રોયલ્ટી વગર રેતીખનન કરતા તત્વોને ડામવા ગતરોજ સાંજે સુરત રૃરલ, વલસાડ અને  ભરૃચ જિલ્લાની એન્ટીકરપ્શન બ્યુરોની ટીમો ઘાસીયામેઢા ગામે ચારથી ૫ વાહનોમાં આવી હતી અને રેતીખનનના સ્થળે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી શરૃ કરી હતી. જે દરમ્યાન રેતીખનન સાથે જોડાયેલ સ્થાનિક મહિલા - પુરૃષોનું ટોળું ધસી આવ્યું હતું  અને એસીબીની ટીમને વિડીયોગ્રાફી કરતા અટકાવી હતી. અને ઘર્ષણ પણ કર્યું હતું. 

(6:29 pm IST)