Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કડી તાલુકાના થોળમાં પતિ પત્નીના ઝઘડામાં વચ્ચે પડેલ બે યુવાનની હત્યા

 કડી:તાલુકાના થોળ ગામમાં બુધવારે મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે સર્જાયેલી તકરારમા વચ્ચે પડેલા શખ્સે  ઉશ્કેરાઈ જઈ યુવાનને ધોકો મારી દેતાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બાવલુ પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.  કડી તાલુકાના થોળ ગામમાં રહેતા ભરત રાવળ નામના યુવાનને તેની પત્ની વચ્ચે ગઈકાલે રાત્રે નવેક વાગ્યાના સુમારે ગૃહકંકાસના મુદ્દે તકરાર થઈ હતી. તે વખતે ગામમાં જ રહેતા ઠાકોર રઈજીજી બાબરજી વચ્ચે પડયા હતા. તેમણે ભરતને તેની પત્ની સાથે ઝઘડો ન કરવાનું અને ગાળો ન બોલવાનું કહેતા જોતજોતામાં બન્ને વચ્ચે બોલાચાલી શરૃ થઈ ગઈ હતી. 

(6:27 pm IST)