Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સુરતના ઓલપાડમાં નરાધમ પિતાએ સવા વર્ષના બાળકનું અપહરણ કર્યું હોવાનો ભેદ ખુલ્યો

સુરત: શહેરના ઓલપાડ વિસ્તારમાં સવા વર્ષના બાળકના અપહરણનો મામલો સામે આવ્યો હતો. બે દિવસ અગાઉ બાળકનું અપહરણ થયું હતું પણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને બાળકનો કબ્જો મેળવી લીધો હતો. નવાઇની વાત તો છે કે આરોપી બાળકની માતાનો પ્રેમી નીકળ્યો હતો.

અગાઉ બાળકની માતા અને આરોપીએ પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપી દારૂનો વ્યસની હોવાથી માતાએ તેને છોડી દીધો હતો.પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ઓલપાડના દીહેણ ગામે સવા વર્ષના બાળકના અપહરણ કરવામાં આવ્યું હતુ. પોલીસે આરોપીને પકડવા એસ.આઈ.ટી બનાવી હતી.પોલીસની એક ટીમ આરોપીના ગામે પહોંચી હતી. પોલીસની ભીંસ વધતા આરોપી બાળકને લઈને ઓલપાડના દિહેણ ગામે પોહચ્યો હતો.પોલીસે આરોપીને ઝડપી પાડી બાળકનો કબ્જો મેળવી પરિવારને સોંપ્યો છે. બાળકની માતાની સાથે આરોપીએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. આરોપી દારૂ પીવાની ટેવ વાળો હોવાથી તેની પત્ની તેને મૂકી ભાગી ગઈ હતી માટે આરોપી પત્નીની ભાળ મેળવવા દીકરાનું અપહરણ કર્યું હતું.

(6:26 pm IST)