Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ખંભાત તાલુકાના નગરામાં જમીનના ભાગ પાડવાની બાબતે લાકડીથી માર મારીને ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ

ખંભાત:તાલુકાના નગરા ગામની સામરખા સીમમાં જમીનના ભાગ બાબતે એકને કાન ઉપર લાકડાનો ડંડો મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

ગુમાનભાઈ શનાભાઈ જાદવને ગત ૧૨મી તારીખના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે સુરેશભાઈ રમેશભાઈ જાદવે તુ કેમ જમીનમાં ભાગ માંગે છે તેમ જણાવીને ડાબા કાન ઉપર લાકડાનો ડંડો મારીને ઈજાઓ પહોચાડી હતી જ્યારે મુકેશભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ તથા મનહરભાઈ રામજીભાઈએ ગાળો બોલીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

 

(6:25 pm IST)