Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

‌રવિવારે વિશ્વ કરાટે દિવસઃ અમદાવાદની ૪પ સ્કૂલના ૭૦૦૦ બાળકો વિશ્વરેકોર્ડ બનાવશે

અમદાવાદઃ અમદાવાદ કરાટે એસોશિએશન દ્વારા આગામી 17મી જૂન વિશ્વ કરાટે દિવસ નિમિત્તે 7000 બાળકો તોડશે વલ્ડૅ રેકોર્ડ. જી હા, અમદાવાદની 45થી વધુ સ્કુલનાં 7 હજાર જેટલાં બાળકો વિશ્વ કરાટે દિવસ પર કાતા કરીને કરાટે રેકોર્ડ નોંધાવશે.

વલ્ડૅ કરાટે દિવસે શહેરનાં બાળકોની પ્રતિભાને બહાર લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ કરાટે એસોસિએશન દ્વારા દર વર્ષે વિવિધ જિલ્લા અને રાજય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ સ્પર્ધામાંસફળતા મેળવેલાં આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓ પણ આ વલ્ડૅ રેકોર્ડમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે જાપાનના 3797 વિદ્યાર્થીઓ કરાટા કરીને વલ્ડૅ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. જેનો રેકોર્ડ તોડી અમદાવાદ 17મી જૂને નવો રેકોર્ડ વિશ્વ સ્થાપિત કરશે.

અમદાવાદ કરાટે એસોશિએશન પ્રેસિડેન્ટ હજિન્દર સિંઘે જણાવ્યું કે, જે રેકોર્ડ નોંધાશે, તેમાં કરાટા કરવામાં આવશે. સૌ પ્રથમ વાર રેકોર્ડ થવા જઈ રહ્યો છે. જેમાં અમે પ્રયત્ન કરી રહ્યાં છે કે અક્ષય કુમાર આવશે. ગુજરાત સરકાર તરફથી પણ મંત્રી આવશે. જાપાનનો રેકોર્ડ તોડ્યો છે.

(6:20 pm IST)