Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

બેન્કોમાં કામકાજનો સમય ૧૦ થી ૨ ચાલુ જ રહેશેઃ ૩૧મી મે સુધી લંબાવવા નિર્ણય

અમદાવાદ, તા. ૧૫ :. ગુજરાતમાં ૩૧મી મે સુધી બેન્કોનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ સુધીનો રહેશે. રાજ્ય સરકારે બહાર પાડેલ પરિપત્રમાં આ મુજબ જણાવ્યુ છે. ઘટાડેલા સમયને મહિનાના અંત સુધી લંબાવવામાં આવેલ છે.

૨૦મી એપ્રિલથી બેન્કોનો સમય ઘટાડવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેન્કોમાં માત્ર જરૂરી કામ માટે જ ગ્રાહકો આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. બેન્કોમાં સ્ટાફ પણ ઘટાડીને ૫૦ ટકા કરી નાખવામાં આવ્યો છે.  લોકોને એટીએમનો ઉપયોગ કરવા અને બેન્કોની શાખાઓએ બીનજરૂરી નહિ જવા પણ અપીલ કરવામાં આવી છે.

(10:58 am IST)
  • ટેનિસ : રફેલ નાડાલે પુરૂષ સિંગલ્સ સેમિ ફાઇનલમાં અમેરિકન રીલી ઓપેલ્કાને 6-4, 6-4થી હરાવીને ઇટાલિયન ઓપનની ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. access_time 11:17 pm IST

  • એનડીઆરએફની ૧૫ ટીમો જામનગર પહોંચી : ગુજરાત: ચક્રવાત તૌકતે ભૂમિ ઉપર ખાબકશે તેથી સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ૧૫ ટીમો જામનગર પહોંચી છે. access_time 3:23 pm IST

  • ખાનગી ઍરલાઈન કંપની ‘ગો ઍર’નું નામ બદલાઈ જશે. નવું નામ હશે ‘ગો ફર્સ્ટ’, કંપની ટૂંક સમયમાં આઇપીઓ લઈને આવી રહી છે. access_time 4:15 pm IST