Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રૂટમાં આવતા 8003 વૃક્ષોને બીજા સ્થળે રી ટ્રાન્સપ્લાન્ટેશન કરાયું

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વૃક્ષોનો વિનાશ થતો અટકાવવા 2019 માં જ ટેન્ડર જારી કરી રી ટ્રાન્સપ્લાન્ટ કરવા પ્રક્રિયા હાથ ધરી હતી; 83600 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું

અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં 11 જિલ્લામાંથી ફળાવ સહિતના 80437 વૃક્ષોને હટાવવા પડે તેમ હતા. જોકે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા આ વૃક્ષોનો વિનાશ થતો અટકાવવા 2019 માં જ ટેન્ડર જારી કરી રી ટ્રાન્સપ્લાન્ટ કરવા પ્રક્રિયા હાથ ધરી હતી.

ફેબ્રુઆરી 2023 સુધીની બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરીમાં NHSRCL દ્વારા પ્રોજેકટના રૂટમાં આવતા 8003 વૃક્ષોને એક જગ્યાએથી ઉખાડી બીજા સ્થળે રી ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જ્યારે 83600 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ગુજરાતમાં સિવિલ વર્ક 54.74 ટકા, કુલ 32.93 ટકા પૂર્ણ થયું છે. જ્યારે મહારાષ્ટ્રમાં માત્ર 13.72 % જ કામગીરી થઈ શકી છે.

કુલ 508 કિલોમીટરની લબાઈમાં 257.06 કિમી પાઈલ વર્ક પૂર્ણ થયું છે. જ્યારે 155.48 કિમી પિયર વર્ક સંપન્ન થયું છે. પિયર અને પાઈલ વર્ક ઉપર 37.64 કિમી સુધી ગડર બેસાડી દેવામાં આવ્યા છે.

(12:34 am IST)