Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ગુજરાતમાં ૧,૦૬,૮૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ શાળાનું પહેલું પગથીયું પણ ચડતા નથી: શક્તિસિંહ ગોહિલના પ્રહાર

કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું - અત્યંત ખરાબ પરિસ્થિતિ માટે ભાજપ સરકારની શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણની નીતિ જવાબદાર :સરકારી શાળાઓ બંધ કરી પ્રાઈવેટ શાળાઓને પ્રોત્સાહન :ગરીબ અને મધ્યવર્ગનું બાળક શિક્ષણથી વંચિત રહે

અમદાવાદ : ગુજરાતમાં ૧,૦૬,૮૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ શાળાનું પહેલું પગથીયું પણ ચડતા નથી તેમ કહીને કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા  

--કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાજ્યની આ અત્યંત ખરાબ પરિસ્થિતિ માટે ભાજપ સરકારની શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણની નીતિ જવાબદાર છે, ભાજપ સરકારે સરકારી શાળાઓ બંધ કરી પ્રાઈવેટ શાળાઓને પ્રોત્સાહન આપે છે જેને પગલે ગરીબ અને મધ્યવર્ગનું બાળક શિક્ષણથી વંચિત રહે છે

 

(12:21 am IST)