Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સાત વર્ષ પહેલા પ્રેમ થઈ જતા સસરા અને વહુ ભાગી ગયેલ: ગામની સીમમાંથી રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાધેલી બંનેની લાશ મળી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે સાત વર્ષ અગાઉ સસરા-પુત્રવધુની આંખ મળી જતા ઘર છોડીને બંને ભાગી ગયા હતા

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે સાત વર્ષ અગાઉ સસરા-પુત્રવધુની આંખ મળી જતા ઘર છોડીને બંને ભાગી ગયા બાદ આજે સવારે રહસ્યમય સંજોગોમાં ગામની સીમમાં બંનેની લાશ ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી.

પુત્રવધુ વનિતા નિલેશ  હઠીલાને સગા સસરા રમેશ તેજાભાઈ હઠીલા (ઉ.વ.૪૯)ની સાથે આંખ મળી જતા વર્ષ ૨૦૧૬માં વનિતા તેના સસરા રમેશ હઠીલા સાથે પત્ની તરીકે રહેવાના ઈરાદાથી ક્યાંક જતી રહી હતી.
સસરા અને પુત્રવધૂની અવાર - નવાર શોધખોળ કરતા છતાં બંનેની ભાળ મળી ન હતી.
પુત્રવધુ તથા સસરાએ તેમનો સંબંધ સમાજ સ્વીકારશે નહીં તેમ મનમાં લાગી આવતા ગળા ફાંસો ખાઈ મરણ ગયેલ હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે.  વનિતાના પિતા રામલાભાઈ મનિયાભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

(11:46 pm IST)