Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

અમદાવાદમાં આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરાયો

સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા :સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે

અમદાવાદમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરી અને વસ્ત્રાલ આરટીઓ કચેરી ખાતે પાકા લાયસન્સ મેળવવાના ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા ડ્રાઈવિંગ સ્લોટ 15 થી ઘટાડી 9 કરાયા છે. તેમજ એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. જેમાં હવે બદલાયેલા સમય અનુસાર અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે. જ્યારે અગાઉ આ સમય સવારના 6.30થી રાત્રિના 10 સુધીનો હતો. તેમજ આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે.

 

(11:37 pm IST)