Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રાજ્યમાં નવી 21 જી આઇ ડી સી બનાવાશે : ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પર મહત્વની જાહેરાત

થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુર, સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુમાં બનશે જીઆઇડીસી

ગાંધીનગર : રાજયના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરી હતી. રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી છે.

  જાહરાત મુજબ અમદાવાદના ગાંગડને મળશે નવી જીઆઇડીસી સાથે જ થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુર, સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુમાં બનશે જીઆઇડીસી, તો કડજોદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીને પણ મળશે. ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે

   
 
(11:19 pm IST)