Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ: ચોરીના 40483 કેસ નોંધાયા

ગાંધીનગર :  છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ તો છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા છે. વર્ષ 2018 - 19માં રાજ્યમાં ખનીજ ચોરીના 7734 કેસ નોંધાયા જેમાં રૂ. 10988.42 લાખની વસુલાત કરાઈ તો વર્ષ 2019 - 20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ નોંધાયા જેમાં રૂ. 10634.61 લાખની વસુલાત, વર્ષ 2020 - 21માં રાજ્યમાં ખનીજ ચોરીના 7155કેસ નોંધાયા જેમાં રૂ. 10322.84 લાખની વસુલાત, વર્ષ 2021 - 22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત તો વર્ષ 2022 - 23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ. 19907.86 લાખની વસુલાત કરાઈ હતી

(11:10 pm IST)