Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રાજપીપળા ડેપોને સુવિધા વાળી વધુ બે બસો મળતાં બીજેપી પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખે લોકાર્પણ કર્યું

- બસમાં પુશ બેંક સીટો, ટુ બાય ટુ,આરામદાયક સવારી અને ખાસ એસ.ઓ.એસ ની સુવિધામાં કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક રાહત મળે જેવી અદ્યતન સુવિધા હશે:અગાઉ ફાળવાયેલી બે બસો રાજપીપળા અંબાજી રૂટ પર ફરતી કર્યા બાદ હાલ મળેલી વધુ બે બસો ડુંમખલ અને માલસામોટ તરફ ફરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતમાં અદ્યતન સુવિધા વાળી કુલ ૧૫૧ એસટી બસો ફાળવવામાં આવી હોય જેમાં રાજપીપળા ડેપોમાં પહેલા બે બસો આવતા તેને રાજપીપળા અંબાજી રૂટ પર ફરતી કરવામાં આવી હતી જ્યારે  વધુ બે નવી બસો મળી જેનું બીજેપી જિલ્લા પ્રમુખ અને સુગર ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા નાં હસ્તે લોકાર્પણ કરાયું હતું .

આ લોકાર્પણ કાર્યક્રમમાં સુગર ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા,પ્રકાશભાઈ વ્યાસ સાથે ડેપો મેનેજર કે.એચ.નાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં બસની પૂંજા કરી શ્રીફળ વધેરી,બસને તેના રૂટ પર ફરતી કરી હતી.

આ નવી બસમાં પુશ બેંક સીટો, ટુ બાય ટુ,આરામદાયક સવારી અને ખાસ એસ. ઓ.એસ ની સુવિધામાં કોઈ ઇમરજન્સી ટાણે બટન દબાવવાથી તાત્કાલિક રાહત મળે જેવી અદ્યતન સુવિધા હોય માટે લાંબા અંતરમાં જતા આવતા મુસાફરો માટે આ એક ઉત્તમ સુવિધા સાથેની બસ અપાઇ છે

(10:30 pm IST)