Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ડોકટરને બતાવવા જતા આધેડની એક્ટિવાને કેવડીયા રેલવે સ્ટેશન પાસે એસટી બસે અડફટે લેતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં દરરોજ અકસ્માત થતા હોય છે ત્યારે આજરોજ કેવડીયા રેલવે સ્ટેશન પાસે એસટી બસે બાઈક ચાલક આધેડને અડફેટમાં લેતા તેમનું મોત થયું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા ગામના રેલવે સ્ટેશન પાસે આજે બપોરે રાજપીપળાથી સંતરામપુર જતી રાજપીપળા એસટી ડેપોની બસે રેલવે સ્ટેશન નજીકના વળાંક માં એક્ટિવા લઈ આવતા પ્રેમાભાઈ ભગવાનભાઈ તડવી ઉ.વ (૬૩) (રહે. ઓરપા ગામ તા.ગરુડેશ્વર જી.નર્મદા )ની એક્ટિવા ગાડી ને અડફ્ટમાં લેતા પ્રેમાભાઈ ને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નિપજ્યું હતું જેમાં કેવડીયા ટ્રાફિક પીએસઆઈ રાઠવા સાહેબના જણાવ્યા મુજબ મૃતક પ્રેમાભાઈ તેમના ડોકટર પાસે ચેકઅપ કરાવવા ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા તે સમયે તેમને આ અકસ્માત થતાં મોતને ભેટ્યા હતા.પોલીસે આ બાબતે ગુનો દાખલ કર્યો છે.

(10:27 pm IST)