Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રાજપીપળા બરોડા સ્વ-રોજગાર વિકાસ સંસ્થા ઓફિસમાંથી કોમ્પ્યુટરો ચોરનારને મુદ્દામાલ સાથે ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામા બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અંગે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને  જી.એ. સરવૈયા નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ, રાજપીપલાનાઓના માર્ગદર્શન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશનનાં ચોરીના ગુનામાં રાજપીપલા બરોડા સ્વ-રોજગાર વિકાસ સંસ્થાની ઓફિસનું તાળુ ચાવીની મદદથી ખોલી તેમાના કોમ્પ્યુટરો સી.પી. યુ સાથેના સેટ નંગ-૦૮(આઠ)આશરે કિ.રૂ.૧,૨૦,૦૦૦ ની ચોરીની ફરીયાદ દાખલ થયેલ હોય જે રાજપીપલા પો.સ્ટે.નાં આર.જી.ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર રાજપીપલા પોલીસ સ્ટેશન નાઓએ ચોરી ડીટેક્ટ કરવા સુચના કરતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ. લટા તથા રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ સંસ્થામા સફાઈ કરતા પટાવાળા શકદાર ઈસમ હેમચંન્દ્રભાઈ ઉમેદભાઈવસાવા (રહે.મોટી ચીખલી મહારાજ ફળીયુ તાનાંદોદ જી.નર્મદા) નાઓની પુછપરછ કરતા આ શખ્શે સ્વ-રોજગાર વિકાસ સંસ્થાની ઓફીસમાંથી કોમ્પ્યુટરો સી.પીયુ સાથે ચોરી કરેલા હોવાની કબુલાત કરતા તેની પાસેથી કુલ્લ-૦૬ કોમ્પ્યુટરો સી.પી.યુ સાથે રીકવર કરી આરોપી વિરુધ્ધમા કાયદેસરકાર્યવાહી કરવામાં આવેલ છે.

(10:26 pm IST)