Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

નેહરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા આઈટીઆઇ વાગડીયા ખાતે યુવા ઉત્સવનું આયોજન

ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના સ્ટેટ ડાયરેક્ટર મનીષા શાહના માર્ગદર્શનથી નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા આઇ ટી આઇ  વાગડીયા ખાતે યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
આ કાર્યક્રમ તા.17/3/23 ના રોજ સવારે 9  કલાકે યોજાશે,કાર્યક્રમમાં વિવધ સ્પર્ધાઓ જેવી કે કાવ્યલેખન, ચિત્રકામ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, તેમજ સાંસ્કૃતિક સ્પર્ધા (ગ્રુપ ડાન્સ) વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે આ સ્પર્ધામાં અંદાજિત 200 જેટલાં પ્રતિભાગી ભાગ લેશે તમામ સ્પર્ધાઓમાં 1 થી 3 નંબરના વિજેતા જાહેર કરવામાં આવશે તેમજ આ વિજેતા પ્રતિભગીઓને રોકડ ઈનામ તથ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
યુવાનોમાં રહેલી સ્કીલ, ઉત્સાહ, ને વેગ મળે એ માટે સરકારના આ પ્રયોગથી જે વિજેતા હસે એમને સ્ટેટ લેવલ મોકલવામાં આવશે.    
કાર્યક્રમમાં આઇટીઆઇ વાગડીયાના પ્રિન્સિપાલ, સ્ટાફ, વહીવટી તંત્ર નર્મદા તેમજ નર્મદા સેવાકીય સંસ્થા,તેમજ નહેરુ યુવા કેન્દ્ર નર્મદા જિલ્લાના યુવાનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે.
વધુમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક વી બી તાયડે જણાવ્યું કે આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના યુવા પ્રતિભાગીઓ વધુમાં વધુ સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવે તેવો અનુરોધ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે જિલ્લા નેહરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરીનો સંપર્ક કરી શકે છે.

(10:24 pm IST)