Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રાજપીપળા ટેકરા ફળિયા ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાંથી રૂ.60.500નાં સામાનની ચોરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું હોવાનું જણાઇ છે ત્યારે હાલમાં રાજપીપળા ટેકરા ફળિયામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાંથી સામાનની ચોરી થતાં ગુનો દાખલ  થયો છે

મળતી માહિતી અનુસાર મેડિકલ ઓફિસર રાનીપાલ ભોપાલસીંહ ભાટી( રહે-જુની સિવીલ હોસ્પિટલ રાજપીપલા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફરજના સ્થળે અર્બન હેલ્થ સેન્ટર ખાતે નીચેના ભાગે આવેલ અર્બન હેલ્થ સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની ઇમરજન્સી બહાર નીકળવા માટે આવેલ જાળી તેમજ દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી નાખી અંદરથી ઓક્સિજન સપ્લાયની તાંબાની પાઇપો, સીસીટીવી કેમેરો નંગ-૧, કોમ્પ્યુટર સી.પી.યુ સાથેનો સેટ નંગ-૦૧ યુ.પી.એસ પાવર સેવર, ઇન્ટરનેટ કનેકટીવીટી રાઉટર મળી કુલ રૂ.૬૦૫૦૦ ની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કર્યો છે.

   
(10:23 pm IST)