Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

નાંદોદ તાલુકામાં નર્સ પત્નીને ત્રાસ આપનાર પતિ સાથે સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાથી એક પરિણીત મહિલાનો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ તેને જણાવેલ કે તેમના પતિ બીજી સ્ત્રી સાથે અફેર રાખે છે માટે મને મારે છે જેથી રાજપીપલા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાઉન્સેલીગ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.
  મળતી માહિતી મુજબ પરિણીતા બહેન નર્સમાં નોકરી કરે છે અને પતિ પણ જોબ કરે છે તેમના બે બાળકો છે પતિનું બે વર્ષથી એક સ્ત્રી સાથે અફેર છે. એમના સાથે જ કોલ પર મેસેજ પર વાતો કર્યા કરે, તેમને ક્યારેય કોલ નથી કરતા કે પત્ની જેવા સબંધ નથી રાખતા રાત્રે મોડા ઘરે આવે અને એ સ્ત્રી ના ઘરે પણ જાય છે. બંને ને હું ઘણી વાર સમજાવું છું છતાં પણ બંને અલગ નથી થતા અને મારા સાથે ઝગડા કરી મને મારે છે. સાત મહિનાની બાળકી છે હું એમના ભવિષ્ય માટે છૂટા છેડા પણ ના લઈ શકું, આ વાત જાણ્યા બાદ મહિલા હેલ્પલાઇન ટીમે સામે પક્ષનું કાઉન્સેલીગ કર્યું પતિએ જણાવ્યું કે એ મારી મિત્ર હતી અને વાતો કરતા પ્રેમ થય ગયો હતો. ત્યારબાદ તેમને કાયદાકીય સમજ આપી અને સલાહ સૂચનો આપી સમજાવ્યા અને મારઝૂડ ના કરે તેમ.સમજાવતા પતિને તેની ભૂલો સમજાય અને બાહેંધરી આપી કે હું ક્યારેય એ સ્ત્રીનો સંપર્ક નહિ રાખું અને મારી પત્ની બાળકો સાથે સારી રીતે જીવન ગુજરાન ચલાવીશ , પતિ એ તેમની પત્ની પાસે માફી માગતા આ ઝગડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું. આ માટે દંપતી એ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

(10:22 pm IST)