Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ભરૂચ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો.. ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ

વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતામાં: શહેરના શક્તિનાથ, કલેકટર રોડ , પાંચબત્તી,સ્ટેશન રોડ, ઝાડેશ્વર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ

ભરૂચ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, ગાજવીજ  સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ  વરસ્યો હતો, કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા,

 ભરૂચ  શહેરના શક્તિનાથ, કલેકટર રોડ , પાંચબત્તી,સ્ટેશન રોડ, ઝાડેશ્વર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો

 

(9:47 pm IST)