Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

બનાસકાંઠાના થરાદમાં ભારે પવનથી મંડપનો ગેટ ધરાશાયી : ધાર્મિક કાર્યક્રમ માટે ઉભો કરાયેલો ગેટ રસ્તા ઉપર પડ્યો

ધાર્મિક કાર્યક્રમ માટે ઉભો કરાયેલો ગેટ રસ્તા ઉપર પડ્યો : સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી

અમદાવાદ : રાજયના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન પણ ફૂંકાયો છે. જેમાં બનાસકાંઠાના થરાદમાં ભારે પવનથી મંડપનો ગેટ ધરાશાયી થયો થયો છે. જેમાં ધાર્મિક કાર્યક્રમ માટે ઉભો કરાયેલો ગેટ રસ્તા ઉપર પડ્યો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી.

(9:19 pm IST)