Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વડોદરા નજીક પાદરા કેનાલમાં વિદ્યાર્થીને ફેંકી દેતા ચકચાર: ખેડૂતોએ દોરડું નાખી બચાવી લીધો

અજાણ્યાં લોકોએ વિદ્યાર્થીને ઉઠાવી કેનાલમાં ફેંક્યો હોવાનો પરિવારજનો આક્ષેપ

વડોદરા નજીક આવેલી પાદરા કેનાલમાં વિદ્યાર્થીને ફેંકી દેતા ચકચાર મચી હતી. સદનસીબે વિદ્યાર્થીએ બૂમાબૂમ કરતા નજીકના ખેડૂત દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતા જ પાદરા પોલીસ દોડી આવી હતી. વિદ્યાર્થીને સહી સલામત બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ પાદરામાં વિદ્યાર્થીને અજાણ્યા બે વ્યક્તિ દ્વારા બાઇક પર ઉઠાવી જઈ નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દેવાનો બનાવ સામે આવ્યો હતો. પાતાળિયા હનુમાન પાસે આવેલી નર્મદા કેનાલમાં આ બનાવો બન્યો હતો. ડૂબતા વિદ્યાર્થીએ બુમાબૂમ કરતા નજીકના ખેડૂતો દોડી આવ્યા હતા અને દોરડું નાખી વિદ્યાર્થીનો જીવ બચાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિદ્યાર્થીના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે અજાણ્યાં લોકોએ વિદ્યાર્થીને ઉઠાવી જઈને કેનાલમાં ફેંકી દિધા હતા. પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

વિદ્યાર્થીને બહાર કાઢ્યા બાદ ગભરાયેલો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને બહાર કાઢનાર ખેડૂતે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે બે યુવકો મોડુ ઢાંકીને આવ્યા હતા અને વિદ્યાર્થીને ઉઠાવીને કેનાલમાં ફેંકી દીધો હતો. પાદરા પોલીસે ઘટના સ્થળે આવી મામલાની તપાસ કરી હતી અને યુવકની પુછપરછ કરી આ પ્રકારનું કૃત્ય કરનાર શખ્સોની તજવીજ હાથ ધરાઇ છે.

(6:45 pm IST)