Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વડોદરા- પાદરા બસમાં કંડકટર જ કરતો હતો રોમિયોગીરી: મહિલાઓએ મેથીપાક ચખાડ્યો

મહિલાઓ જ માત્ર.પુરૂષોએ પણ આ કંડક્ટરની ફરિયાદ કરી: મહિલાઓનો ગુસ્સો નાક પર ચડી આવતા લાફાવાળી કરી :પાદરા જંબુસર હાઇવે પર આ ઘટના બની: પોલીસ પણ દોડી આવી અને રોમિયો કંડક્ટરને લઇ ગઇ

વડોદરા :મહિલાઓની છેડતી કરતા રોમિયો અનેક વખત ઝડપાતા હોય છે.ક્યારેક મહિલાઓને રસ્તે જતા પણ રોમિયો ભટકી પડે છે ,ક્યારે બસ,ટ્રેન જેવા વાહનોમાં પણ મહિલાઓની છેડતી થાય છે. પરંતુ જો સમયસુચકતા વાપરીને મહિલાઓ એક્શન લે તો આ રોમિયાઓને મેથીપાક ખાવાનો પણ વારો આવે છે. આવો જ મેથીપાક બસ કંડક્ટરને મળ્યો હતો. 

 વડોદરા- પાદરા બસમાં કંડકટર છેલ્લા ઘણા સમયથી રોમિયોગીરી કરતો હતો. દરરોજ આ જ બસમાં મુસાફરી કરતી મહિલાઓને બેસવા માટે જગ્યા પણ આપતો ન હતો અને જગ્યા મળે તો પોતાની મનમાની અને મહિલાઓ જોડે અભદ્ર વર્તન કરતો હતો. હવે રોજ અપડાઉન કરતી મહિલાઓ માટે આ સહન કરવુ અઘરુ બની ગયુ હતુ અને મુસાફરી કરતી મહિલાઓની છેડતી કરતા જ કંડકટરને મહિલાઓએ ધોઇ નાખ્યો હતો.

બસમાં મુસાફરી કરતી મહિલાઓનું કહેવુ છે કે આ કંડકટર છેલ્લા ઘણા સમયથી પોતાની મનમાની અને છેડતી કરે છે. એવુ નથી મહિલાઓ જ માત્ર.પુરૂષોએ પણ આ કંડક્ટરની ફરિયાદ કરી હતી. અને મહિલાઓનો ગુસ્સો નાક પર ચડી આવતા લાફાવાળી કરી હતી. મહિલાઓએ ભેગા થઈ કંડકટરને મેથીપાક ચખાડ્યો હતી. પાદરા જંબુસર હાઇવે પર આ ઘટના બની હતી.

આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં મહિલાઓ પોતાનો ગુસ્સો ઉતારી રહી છે અને પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને રોમિયો કંડક્ટરને લઇ ગઇ હતી.

 

   
(6:32 pm IST)