Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સાણંદના નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ “ઉડાન-2023” કાર્યક્રમ યોજાયો

700 બાળકોએ થીમ “જયતુ જયતુ ભારતમ” ઉપર અદ્દભુત પ્રસ્તુતિ કરી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનો સાતમો વાર્ષિક મહોત્સવ “ઉડાન-2023” થીમ “જયતુ જયતુ ભારતમ” ઉપર બાળકોએ પ્રસ્તુતિ કરી હતી. જેમાં ભારતીય સંસ્કૃતિકની ગરિમા, આધ્યાત્મિકતા, કલા સાહિત્ય તેમજ મેં નયા ભારત કા ચહેરા હું (વિશ્વગુરુ ભારત) જેવા વિષયોને આવરી થીમ આધારિત અદ્દભુત પ્રસ્તુતિ બાળકોએ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં ડૉ. મનીષ બંસલ (IAS), R J દેવકી, મહેશભાઈ ગઢવી, લોકસાહિત્યકાર હિતેન્દ્રસિંહ પઢેરીયા શિક્ષણ વિભાગ, હર્ષભાઈ પટેલ મામલતદાર, સાણંદ ઈત્યાદી મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રંસગ અનુરૂપ ઉદ્દબોધન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની પ્રસન્નતા મુખ્ય સલાહકાર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે કરી હતી. ઉપરાંત ત્રિવેદી સાહેબ, એસ.એસ સોઢા, કિશોરસિંહ પરમાર, ચાવડા સાહેબ, BRC ભવન સાણંદ ના અધિકારીઓ વગેરે મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં નુત્યનિદર્શક પનઘટ કલા કેન્દ્રના સંસ્થાપક ભાવિનભાઈ પટેલે કર્યું હતું, નાટ્ય નિદર્શન જાણીતા અર્ચનભાઈ ત્રિવેદી તેમજ મિહિરભાઈ ઉપાધ્યાયે કર્યું હતું. નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાગુરુ સન્માનમાં સાણંદ તાલુકામાંથી શ્રેષ્ઠ પ્રધાનાચાર્ય તરીકે કિંજલબેન ઠક્કર મેલાસણા પ્રાથમિક શાળા અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાકેશભાઈ પટેલ ને મંચસ્થ મહાનુભાવો દ્વારા વિદ્યાગુરુ સન્માન આપવામાં આવ્યું હતું. શાળામાંથી દર વર્ષે વૃક્ષ મિત્ર પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે લાડુબેન નાયક હજારીમાતા મંદિર તેમણે ત્રણ વૃક્ષોનો ઉછેર કરી માવજત કરી છે. તેમને મંચસ્થ મહાનુભાવો દ્વારા વૃક્ષમિત્ર પુરસ્કાર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ-2022 માં S.S.C અને H.S.C માં નીલકંઠના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી જે આજે શિક્ષણની યાત્રામાં સારી કારકીર્દી મેળવી સફળતા પ્રાપ્ત કરી છે. તેવા ભાગ્ય મહેશભાઈ પટેલ (કેનેડા અભ્યાસ) તથા     ડૉ. રૂદ્રિકા રાવલ નું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંકલન શાળાના પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા એ આભારવિધિ કરી કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફમિત્રો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન આપી આભાર વ્યક્ત કર્યો હતો. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(6:07 pm IST)