Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સિસ્ટમ ઓફ રાઇસ ઈન્ટેન્સીફીકેશન પદ્ધતિથી છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં ચોખા પાકની નિદર્શન યોજના હેઠળ ૧૩૪૭ નિદર્શન ગોઠવી કુલ રૂ.૪૪.૯૧ લાખની સહાય ચૂકવવામાં આવી

રાજકોટ તા.૧૫

વિધાનસભા ગૃહમાં આણંદમાં ચોખા પાકની નિદર્શન યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, તા.૧૨મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં સિસ્ટમ ઓફ રાઇસ ઈન્ટેન્સીફીકેશન પદ્ધતિથી ચોખા પાકની નિદર્શન યોજના હેઠળ કુલ ૧૩૪૭ નિદર્શન ગોઠવવામાં આવ્યા હતા જે અંતર્ગત કુલ રૂ.૪૪.૯૧ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

(4:56 pm IST)