Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ સહાય થકી રાજ્યના ખેડૂતો પોતાના ખેતરમાં જ શાકભાજી અને ફળોના પાકોના ગ્રેડિંગ યુનિટ ઊભા કરી રહ્યા છે : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

છેલ્લા બે નાણાંકીય વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં શોર્ટિંગ અને ગ્રેડિંગ ના ૩ યુનિટ ઊભા કરવા સહાય પેટે રૂ. ૧૭,૯૮,૭૮૦ ચુકવાયા

રાજકોટ તા.૧૫

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે નાણાંકીય વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં શાકભાજી અને ફળોના શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં યુનિટ ઊભા કરવા સહાય પેટે રૂ. ૧૭,૯૮,૭૮૦ ચુકવવામાં આવ્યા છે. આ સહાયથી શોર્ટિંગ અને ગ્રેડિંગના ૩ યુનિટ ઊભા કરવામાં આવ્યા છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં વ્યક્તિગત લાભાર્થી જો સામાન્ય વિસ્તારમાંથી આવતો હોય તો તેને મહત્તમ ૬ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને જો તે આદિજાતિ વિસ્તારમાંથી આવતો હોય તો તેને રૂપિયા ૮.૨૫ લાખની મહત્તમ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. આ ઉપરાંત  એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠનો સામાન્ય વિસ્તારમાં આવેલી હોય તો મહત્તમ રૂ. ૯.૭૫ લાખ તથા આદિજાતિ વિસ્તારમાંથી આવતા હોય તો રૂ. ૧૧.૨૫ લાખની મહત્તમ સહાયની ચુકવણી કરવામાં આવે છે.

(6:17 pm IST)