Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ફિલ્‍મ એકસેલેન્‍સ એવોર્ડસ ગુજરાતી સાથે ‘ડ્રગ્‍સ ફ્રી ફયુચર' અભિયાન

(કેતન ખત્રી), અમદાવાદઃ સ્‍નેહ શિલ્‍પ ફાઉન્‍ડેશન ‘ડ્રગ્‍સ ફ્રી ફયુચર' અભિયાન માટે કામ કરી રહેલ છે.  અભિયાનમાં  પ્રતિષ્ઠિત એવોર્ડ્‍સ ‘ફિલ્‍મ એકસેલેન્‍સ એવોર્ડ્‍સ ગુજરાતી ૨૦૨૧ - ૨૦૨૨' પણ જોડાઈ ગયું છે. આ એવોર્ડ્‍સ આગામી મેં મહિનામાં દુબઈમાં યોજાઈ રહેલાં છે. ડ્રગ્‍સ ફ્રી ફયુચર પર અવેરનેસ માટે એક હેરિટેજ વોકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં, ઘણાં બધાં ફિલ્‍મી કલાકારો અને નામાંકિત વ્‍યક્‍તિ ઓ જોડાઈ રહ્યાં છે. આ હેરિટેજ વોક ૧૬મી એપ્રિલના રોજ સવારે ૬ કલાકે થી સ્‍વામિનારાયણ મંદિર થી જામા મસ્‍જિદ સુધી ૨.૫ કિલોમીટરની યોજાશે. તેમ  ડો. જયેશ પાવરા અને શ્રી અભિલાષ ઘોડાએ યાદીમાં જણાવાયું હતું.

(4:40 pm IST)