Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ધારાસભ્‍યો બેટ-બોલની સટાસટી કરશે : તા. ૨૦મીએ ક્રિકેટ મેચ

વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્‍ટ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૫ : ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ધારાસભ્‍યોની ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાશે. ગુજરાતના ધારાસભ્‍યો રમશે. ક્રિકેટ મેચ ૨૦ તારીખે ધારાસભ્‍યોની ટુર્નામેન્‍ટ યોજાશે.ધારાસભ્‍યોની ટીમમાં વિધાનસભાના અધિકારી અને કર્મચારીઓ પણ હશે. ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે ધારાસભ્‍યોની ૯ ટીમ બની છે. ૨૦ મી તારીખે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રિકેટ મેચ યોજાશે.

(4:34 pm IST)