Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

‘અનોખી'ની એક અનોખી પહેલ

(કેતન ખત્રી), અમદાવાદઃ પોતાનામાં રહેલી અનોખી ક્ષમતા તેમજ કુદરતે આપેલ શરીરમાં કોઈ અંગની ખામી સાથે પણ પોતાનું ટેલેન્‍ટ બતાવનાર લોકો માટે એક પ્‍લેટફોર્મ પુરૂં પાડવાના આશયથી શ્રીનિક આઉટરીચ દ્વારા એક પહેલ શરુ કરવામાં આવી છે. ‘અનોખી - અ યુનિક લવસ્‍ટોરી' એ શ્રીનિક આઉટરીચના બેનર હેઠળ રાકેશ શાહ દ્વારા દિગ્‍દર્શિત ગુજરાતી મૂવી છે.

આર્જવ ત્રિવેદી, ભૂમિકા બારોટ અને નક્ષરાજ અભિનીત ૨૮મી એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્‍મના મોશન પોસ્‍ટર જાહેર થયા પછી તે ખૂબ જ સ્‍પષ્ટ છે કે વાર્તા એક અલગ રીતે સક્ષમ છોકરી વિશે છે. વાર્તા પરિવર્તન માટે લોકોને પડકારી રહી છે કે, ‘અમને દયા ની નહી પણ તમારા સાથ-સહકાર ની જરુર છે સાથ-સહકાર મળે ને તો અમે હિમાલય પણ ચઢી જઇએ.' સક્ષમ વ્‍યક્‍તિઓમાં છુપાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટે શ્રીનિક આઉટરીચ દ્વારા એક અનોખી સ્‍પર્ધા નુ આયોજન કરેલ છે. અનોખી-  સિંગિંગ એન્‍ડ ડાન્‍સિંગ કોમ્‍પિટિશન. આ કોમ્‍પિટિશનમાં પાર્ટિસિપન્‍ટ્‍સ દ્વારા અનોખીના સોન્‍ગ ‘તારા માટે જિંદગી ગુલાબી' પર ડાન્‍સ અથવા સિંગિંગ પરફોર્મ કરવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(4:40 pm IST)