Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રેસ્‍ટોરેશન સર્જરીમાં સાંધો ખોલવામાં આવતો નથી, પેઇનલેસ છે

અમદાવાદ મેડીકલ એસોસીએશન દ્વારા ‘‘ની રેસ્‍ટોરેશન સર્જરી''વિષે સાયન્‍ટીફીક કાર્યક્રમ

(કેતન ખત્રી) અમદાવાદઃ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા રેસ્‍ટોની હોસ્‍પિટલના સહયોગથી ઈમ્‍પ્‍લાન્‍ટ વગર ની રેસ્‍ટોરેશન સર્જરી'  પર એક વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન થયુ હતું. આ ઘૂંટણનો ઘસારોની સારવાર માટેની સ્‍થાપિત પદ્ધતિ છે.ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં ઘૂંટણ બદલવાના વલણ વચ્‍ચે અમદાવાદમાં મોટી સંખ્‍યામાં લોકો રેસ્‍ટોની - ની રેસ્‍ટોરેશન સર્જરી' પણ પસંદ કરી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આમાં કોઈ ઈમ્‍પ્‍લાન્‍સની જરૂર નથી અને સાંધો ખોલવામાં પણ આવતો નથી અને  ચેપની શક્‍યતાઓ લગભગ શૂન્‍ય થઈ જાય છે.૫૫ વર્ષથી ઓછી ઉંમરના લોકો અને એથ્‍લેટ્‍સ માટે આ સર્જરી વરદાન સ્‍વરૂપ છે કારણ કે રેસ્‍ટોની સર્જરીમાં ની જોઈન્‍ટ' ની ફૂલ રેન્‍જ ઓફ મુમેન્‍ટ  પ્રાપ્ત થાય છે. કોઈપણ ઈમ્‍પ્‍લાન્‍ટ નાખ્‍યા વગર પેઈનલેસ સર્જરી શક્‍ય છે.અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત સાયન્‍ટિફિક પ્રોગ્રામને ટોચના નિષ્‍ણાતો દ્વારા સંબોધવામાં આવ્‍યો હતો. તેનો ઉદ્દેશ્‍ય ‘ની રિસ્‍ટોરેશન સર્જરી'માં થયેલી પ્રગતિથી તબીબી સમુદાયને વાકેફ કરવાનો હતો.આ કાર્યક્રમમાં વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડૉ. જવાહર જેઠવાએ ઁ રેસ્‍ટોની સર્જરી'  વિશે સંક્ષિપ્તમાં પરિચય આપ્‍યો હતો. તેમણે આ સર્જરીના શોધક સ્‍વ. ડૉ. શરદ ઓઝા એ વાતથી સૌને વાફેક કરાવ્‍યા હતા.  યુનિવર્સિટી ઓફ લુઇસવિલેના એસોસિયેટ પ્રોફેસર અને યુએસ સ્‍થિત ક્‍યુરીસ ડેટા સાયન્‍સના ચીફ ડેટા સાયન્‍ટિસ્‍ટ ડો. જૈમિન ત્રિવેદી જેઓ પ્રિ-ઓપરેટિવ સર્જીકલ પ્‍લાનિંગ અને પેશન્‍ટ એજયુકેશન માટે દર્દીઓના દ્યૂંટણના સાંધાનું થ્રીડી રિકન્‍સ્‍ટ્રક્‍શન કરે છે તેમણે પણ કાર્યક્રમમાં વક્‍તવ્‍ય આપ્‍યું હતું.ગુંજન પટેલ જે આઇઆઇટીના  બાયોમિકેનિક્‍સ એક્‍સપર્ટ અને સિનેરેસેન્‍સ કંપનીના ફાઉન્‍ડર છે. તેમણે રેસ્‍ટોની સર્જરી પહેલા અને પછી જે ગેઇટ એનાલિસિસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેના ઉપર વક્‍તવ્‍ય આપ્‍યું હતું.

(4:29 pm IST)