Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

આ પાત્ર સાથે મને મારો અસલી અભિપ્રાય દર્શાવવા મળે છે અને હું ખુદમાં રહી શકું છું

સિરીયલ‘પુષ્પા ઇમ્પોસિબલ’ના કલાકાર પુષ્પા ઉર્ફે ઉર્વશી ધોળકીયા કહે છે

(કેતન ખત્રી) અમદાવાદઃ સોની સબની પુષ્‍પા ઈમ્‍પોસિબલ મહિલાનો પોતાને માટે આદર અને સન્‍માન જીતવાનો અપારંપરિક પ્રવાસ છે. સિરીયલમાં પુષ્‍પા પટેલ (કરૂણા પાંડે)ની વાર્તા બતાવવામાં આવી છે, જે એકલી માતા પોતાના સંતાનોને શક્‍ય ઉત્તમ જીવન પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. કલાકારોમાં તાજેતરમાં જ ફોજદારી વકીલ તરીકે ઉર્વશી ધોળકિયા જોડાઈ, જે પુષ્‍પાને તેના માજી પતિ દિલીપ પટેલ (જયેશ મોરે)થી પોતાના પરિવારનું રક્ષણ કરવા મદદ કરી રહી છે.

આખરે મારું લક્ષ્ય કલાકાર તરીકે વૃદ્ધિ ચાલુ રાખવાનું અને મારી મર્યાદાઓની પાર નીકળી શકાય અને મારું શ્રેષ્ઠ કામ દેખાઈ આવે તે માટે પ્રેરિત કરે તેવી ભૂમિકાઓ લેવા માગું છું. પડકારજનક મુખ્‍ય ભૂમિકા કે સપોર્ટિંગ ભાગ વાર્તામાં ઊંડાણ અને કોમ્‍પ્‍લેક્‍સિટી ઉમેરે છે. મને હંમેશાં નવી શક્‍યતાઓની ખોજ કરવાનું અને પ્રોજેક્‍ટમાં મારી કુશળતા અને અનુભવ લાવવાનું ગમે છે.

(6:19 pm IST)