Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

કેવી રીતે ભણશે ગુજરાત ? ૫૪ શાળાઓમાં માત્ર એક-એક શિક્ષક

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૫ : ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી માહિતીમાં શિક્ષણની વરવી સ્‍થિતીનું ચિત્ર ઉપસ્‍યુ છે.

રાજયના બે જિલ્લાની ૫૪ શાળામાં માત્ર એક જ શિક્ષણ હોવાનું સામે આવ્‍યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૪૬ શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું શિક્ષણ વિભાગે સ્‍વીકાર્યું છે. જામનગર જિલ્લાની ૮ શાળાઓમાં માત્ર એક જ શિક્ષણ હોવાનું અને કલ્‍યાણપુર તાલુકાના ૧૬ શાળા માત્ર એક શિક્ષક ચલાવે છે. તેમ જાણવા મળેલ છે.ખંભાળિયા અને ભાણવડ તાલુકાની ૧૨-૧૨ શાળાઓ એક જ શિક્ષક ચલાવે છે. આપના ધારાસભ્‍ય હેમંત આહીરના પ્રશ્‍નમાં શિક્ષણમંત્રીએ લેખીતમાં સ્‍વીકાર કર્યો હોવાનું જણાવાયું છે.

(4:09 pm IST)