Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વડોદરાના ચાંણોદમાં વિદેશી દારૂના ગુનામાં ફરાર ઇશ્વર રાજકોટમાં પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી પાસેથી દબોચ્‍યો

રાજકોટ,તા.૧૫ : વડોદરાના ચાંણેદ પોલીસ મથકમાં કબ્‍જે થયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા શખ્‍સને ક્રાઇમ બ્રાંચની ટીમે આજીડેમ ચોકડી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. વિજયરાજસિંહ જાડેજા તથા કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે ચાંણોદ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સામેલ શખ્‍સ રાજકોટમાં આવ્‍યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ઇશ્વર આશા નારાયણ શા (ઉવ.૨૩) (રહે. ભીમરાવનગર શેરી નં. ૩ માંડાડુગર)ને આજીડેમ ચોકડી પાસેથી પકડી લઇ ચાંણોદ પોલીસને સોંપ્‍યો હતો.

(4:05 pm IST)