Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વાપીની વિરાજ કેમિકલ કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ ફાટતાં ભીષણ આગ

ધડાકાભેર આગ ફાટી નીકળતા ફાયબ્રિગેડના જવાનો બંબા સાથે ઘટનસ્થળે દોડી જઇ આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી: વાપી જીઆઇડીસીનાં 40 શેડમાં આવેલ વિરાજ કેમિકલ કંપનીમાં આજે સાંજે અચાનક આગ ફાટી નીકળતા અફડતફડી મચી જવા પામી હતી.

    મળતી માહિતી અનુસાર કંપનીમાં રહેલ કેમિકલ ભરેલ ડ્રમ ફાટતાં આ આગ લાગી હોવાનું મનાય છે, ધડાકાભેર આગ ફાટી નીકળતા ફાયબ્રિગેડના જવાનો બંબા સાથે ઘટનસ્થળે દોડી જઇ આગને કાબુમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા છે વધું માહિતી મેળવી રહિય છીએ.
       ભીષણ આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાનાં ગોટે ગોટા જોવા મળી રહીયા છે.

(7:11 pm IST)