Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

નર્મદા SOG પોલીસનું કેવડીયા વિસ્તારની હોટલો પર સીસીટીવી કેમેરા સહિતનું કડક ચેકીંગ હાથ ધરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા એસ. ઓ.જી.પોલીસ સમયાંતરે જિલ્લામાં હોટલો સહિતના એકમોનું કડક ચેકીંગ કરી કાયદેસર પગલાં લઈ રહ્યા હોય ગતરોજ કેવડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક ચેકીંગ હાથ ધર્યું જેમાં એસઓજી સ્ટાફ સાથે કેવડીયા પો.સ્ટે વિસ્તારમાં હોટલ,ધાબા, ગેસ્ટહાઉસ રેસ્ટોરન્ટ તથા કોમર્સિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી કેમેરા તથા રાજ્ય બહાર તથા જીલ્લા બહારના રસોઇયા કારીગરો, મજુરોને ચેક કરવા નીકળેલા દરમ્યાન યુનિટી તડકા રેસ્ટોરન્ટમાં તથા તિલકવાડાનાં રેંગણ ગામની સીમમાં, આવેલી એડવાઇઝર લર્નિગ રિસોર્ટ માં સી.સી.ટી.વી કેમેરા નહી લગાવી તેમજ રેસ્ટોરન્ટમાં રસોઇયા તથા કારીગરોને કામ ઉપર રાખવા બાબતે તેઓની કોઇપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશનમાં નહિ કરી જાહેરનામાનો ભંગ કરી ઈ.પી.કો.ક.૧૮૮ મુજબનો ગુન્હો કરતા આનંદ કુમાર સુકલભાઇ બ.નં.૬૯૪ SOG નર્મદા નાઓની ફરિયાદના આધારે વેંકટેશ વ્યાસ આત્મજ રાજનારાયણ વ્યાસ (હાલ રહે. એડવાઇઝર લર્નિંગ રિસોર્ટ રંગણ તા,તિલકવાડા) નાઓ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:17 pm IST)