Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

પોઇચા ચેક પોસ્ટ પર લાકડા વાહતુક કરતી ટ્રકે બેરિકેટને ટક્કર મારી નાશી ગયા બાદ બીટગાર્ડને આપી ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અમુક ઠેકાણે કીમતી લાકડાની તસ્કરી થઈ રહી છે જેમાં અમુક લાકડા ચોરો વન વિભાગના હાથે પકડાઈ છે જ્યારે અમુક પર વન વિભાગની મીઠી નજર હોવથી તેઓ બિન્દાસ લાકડાની વાહતુક પણ કરતા હોય છે ત્યારે હાલમાં પોઇચા પુલ પાસેની ચેકપોસ્ટ પાસેથી પૂરપાટ જતી ટ્રકના ચાલકે બીટગાર્ડ નાં ઊભા રાખવાના સંકેત ની અવગણના કરી નાશી ગયા બાદ ત્રણ શખ્શોએ ધમકી આપી હતી

  મળતી માહિતી અનુસાર વન વિભાગમાં બિટગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મંગળભાઈ બારીયા (ઉ.વ.૩૫) ( રહે. જીઓર નવીનગરી ફળિયુ તા.નાદોદ જી નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ પોઇચા ચેક પોસ્ટ ખાતે ટ્રક નંબર GJ 16 X 6211 નો ચાલાક જે ટ્રકમા ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરી વાહતુક કરતા ટ્રકને રોકવા માટે તેમની ફરજ બજાવવા માટે બેરીકેટથી રોડ ઉપર આડાશ મુકીને વોચમાં ઉભા રહેલ અને ટ્રક આવતા તેના ચાલકને ઇશારો કરી ઉભા રહેવા માટે જણાવતા ટ્રકના ચાલકે પોતાની કબ્જાની ટ્રક ઉભી રાખવાને બદલે બેરીકેટ આડાશને ટક્કર મારી સેગવા તરફ ભાગી જતા બીટગાર્ડ એ મોટર સાયકલ થી તેનો પીછો કરવા છતાં તે નહીં પકડતા તેઓ પરત ચેક પોસ્ટ ઉપર આવતા (૧) રાજેશભાઈ ગુલાબભાઇ વસાવા (રહે.જુનાઘાંટા તા.નાદોદ જી.નર્મદા) (૨) બુલેટ મોટર સાયકલ પાછળ બસેલ શખ્શ જેના નામઠામની ખબર નથી (૩) ટ્રક નંબર GJ 16 X 6211 નો ચલાક જેના નામની ખબર નથી
ત્યાં આવી રાજેશ વસાવા એ તુ મારી ગાડીનો પીછો કેમ કરે છે આગળ પણ તે મારી ગાડીને ખેર અને વાસના લાકડામા પકડાવેલ હતી ? મારી ગાડીઓની વોચ કરવાનું અને પકડવાનુ બંધ કરી દેજો નહી તો તારા ઉપર ટ્રક ચઠાવી દેવડાવીશ અને ખોટા એટ્રોસીટીના કેશમા ફસાવી દઇશ" તેવી ગુન્હાહીત ધમકી અને ગાળો બોલી હતી જ્યારે અન્યો એ ગમે તેમ ગાળો બોલી ફેટ પકડી ગદડાપાટુનો મારમારી સરકારી ફરજમાં રૂકાવટ કરી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:14 pm IST)