Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પદ આપવા કોંગ્રેસની માંગઃ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી પાઠવ્યો પત્રઃ મોહનસિંહ રાઠવા બની શકે છે ડેપ્યુટી સ્પીકર

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચુંટણી ૧૯ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. અત્યારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નીમાબેન આચાર્ય જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે નવા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ત્રિવેદીનુ નામ લગભગ નક્કી મનાઈ રહ્યુ છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ડેપ્યુટી સ્પિકરનુ પદ કોંગ્રેસને મળે તેવી માંગ કરી છે.

છેલ્લે કેશુભાઈની સરકારમાં કોંગ્રેસને ડેપ્યુટી સ્પિકરનુ પદ અપાયુ હતું. સામાન્ય રીતે વિપક્ષને જ ડેપ્યુટી સ્પિકર પદ મળતુ હોય છે. પરંતુ નરેન્દ્ર મોદીના સમયમાં ભાજપને મળેલ જંગી બહુમતના જોરે ભાજપે ડેપ્યુટી સ્પિકર પદ પણ પોતાની પાસે રાખ્યુ હતું. જોકે આ વખતે વિધાનસભાનુ ચિત્ર બદલાયુ છે. જેમાં કોંગ્રેસ એક મજબુત વિપક્ષની ભૂમિકામાં છે. જેથી ડેપ્યુટી સ્પિકરનુ પદ કોંગ્રેસને આપવાની ફરજ પડી શકે છે.

દરમિયાન  કોંગ્રેસે મોહનસિંહ રાઠવાની આ પદ પર નિમણૂંક કરવાની કવાયત કોંગ્રેસે હાથ ધર્યાનું જાણવા મળે છે.  પરેશ ધાનાણીએ અત્યારે પોતાના પત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને સકારાત્મક ઉત્ત્।ર આપવા માટે આવતીકાલ સુધીની સમય મર્યાદા આપી છે. જો ભાજપ આ મામલે કોઈ સકારાત્મક ઉત્ત્।ર નહીં આપે તો ડેપ્યુટી સ્પિકર પદની પણ ચુંટણી થશે. જેમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની સંખ્યાના આધારે જીત મેળવી શકે છે.

(6:38 pm IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST