Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સેવાલિયા-ડાકોર રોડ નજીક અકસ્માતમાં ઘવાયેલ આધેડનું સારવાર દરમિયાન મોત

સેવાલિયા-ડાકોર રોડ ઉપર પંદરેક દિવસ પહેલાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ જવાજી હોથાજી મારવાડી (રહે. ખોડીયાર નગર સોસાયટી સેવાલિયા)ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો. બાદમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાતાં ઘરે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આજે બપોરે જવાજી મારવાડી (ઉં.વ.૪૨)નું કોમામાં હોય સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રતાપજી વસાજીની મારવાડીની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયેદસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)